વ્હાલી દીકરી યોજનામાં સુધારો હવે 3 દીકરી સુધી મળશે લાભ | Vahali Dikri Yojana 2023

Vahali Dikri Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે

Vahali Dikri Yojana 2023

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના ગુજરાત
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
યોજનાનો હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને પૂરતું શિક્ષણ મળે
મળવાપાત્ર રકમએક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમયદીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/

Purpose of Vahali Dikri Yojana – યોજનાનો હેતુ સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

લાભાર્થીની પાત્રતા

  1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  2. તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  4. માતા-પિતાની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેમને લાભ મળશે.
  5.  અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  6. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

આ યોજનામાં કેટલો લાભ મળશે?

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

Vahali Dikri Yojana લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક પાસબુક

આ પણ વાંચો

Stationery Dukan Sahay Yojana | સ્ટેશનરી દુકાન ખોલવા માટે 10,00,00 સુધી લોન ની સહાય

વ્હાલી દીકરી યોજનામાં આ રીતે ઓનલાઈન અરજી કરી શકશે

Village Computer Entrepreneur ઓનલાઈન અરજી કરવાની રહેશે

  • ગ્રામ્ય પંચાયત ખાતે

તાલુકા મામલતદાર ઓપરેટર

  • તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે.

જિલ્લા કક્ષાએ ઓપરેટર

  • જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.

Vahali Dikri Yojana અરજી /ફોર્મ લિંક

સંપૂર્ણ માહિતી વેબસાઇટઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment