Pandit Dindayal Awas Yojana 2023 શું તમે પણ પોતાનું ઘર બનાવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે તમને આ ઘર બનાવવા માટે ગુજરાત સરકાર તરફ થી સહાય આપવામાં આવે તો તમે એકદમ સટીક જગ્યા પાર આવ્યા છો કારણ કે આજના આ લેખ માં મકાનની યોજના વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
Pandit Dindayal Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કરો
યોજનાનું નામ | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in |
લાભ | રૂ.1,20,000ની મકાન સહાય |
દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ
દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2023-24) દરમ્યાન રૂ.1,20,000ની મકાન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ. હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાય છે તે અરજી ડોક્યુમેન્ટ પુરતાં ના હોય તેને પુરાંત માટે 10 પુર્તતા કરવાની હોય મોકલી આપવાના હોય છે ચકાસણી બાદ સ્થળ તપાસ કર્યા બાદ તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર ખાતે મોકલાય છે તેમાં વિધવા તેમજ અતિઆવશ્યક જરૂરીયાત તેવા લોકોને અગ્રિમતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરાશે તેમાં અરજી પાસ થયેલ લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે.
યોજના નો લાભ કોને કોને મળવાપાત્ર છે?
આ યોજના નો લાભ નીચે મુજબના તમામ લોકો ને મળી શકે છે
- સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC.
- આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS.
- વિચરતી અને વિમુક્ત જાતિ એટલે કે
સહાય કેવી રીતે મળશે ?
દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે.
- પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
- બીજો હપ્તો રૂ. 60,000 રૂપિયાનો આપવાં આવશે. આ હપ્તો મકાનનો હપ્તો લેટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
- ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
આવક મર્યાદા
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે .૧,૨૦,૦૦૦ / –
- શહેરી વિસ્તાર માટે રૂ .૧,૫૦,૦૦૦ / – રાખવા ઠરાવેલ છે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
આ યોજનાનો લાભ લેવા માટે તમારે નીચે આપેલ તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
- આવકનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ
- અરજદારનો રહેઠાણનો પુરાવો
- કોઈ યોજના હેઠળ જમીન કે મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની નકલ
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/ આકારણી પત્રક/ હદ પત્રક કે સનદ પત્રક
- તલાટીનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચીઠ્ઠી
- બીપીએલ નો દાખલો
- વિધવા મહિલા હોય તો એમના પતિનો દાખલો
- ચતુર્દીશા દર્શાવતો નકશાની નકલ
- પાસબુક અથવા કેન્સલ ચેક
- પાસપોર્ટ ફોટો
પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું?
દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.
- સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- તમારી સામે હોમ પેજ ખુલશે.
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
Pradhan Mantri Jandhan Yojana 2023 : પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ મેળવો
Tractor Sahay Yojana 2023: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર સહાય
Gujarat High Court Assistant Recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, 1778 જગ્યાઓ
દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટેની મહત્વની લિંક્સ :
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી પત્રક | અહીં ક્લિક કરો |
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ’s
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગો અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને શહેરો અને ગામડાઓમાં રહેવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર દ્વારા મકાન બનાવ 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે.
પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની વેબસાઈટ કઈ છે?
Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/
પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.
1 thought on “Pandit Dindayal Awas Yojana 2023 : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કરો”