Mukhyamantri Matrushakti Yojana 2023 | જાણો યોજના વિષે મળશે આટલો લાભ

Mukhyamantri Matrushakti Yojana : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023: જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે તેને સૌથી વધુ પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે, કારણ કે પૌષ્ટિક ખોરાકને કારણે સ્ત્રીની સાથે સાથે તેના બાળકનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહે છે, પરંતુ ભારતમાં એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ ગર્ભાવસ્થાના મધ્યમાં પોષણયુક્ત ખોરાક મેળવી શકતા નથી, જેના કારણે તેમના સ્વાસ્થ્યની સાથે તેમના બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. https://1000d.gujarat.gov.in/ જે અંતર્ગત તેમને તુવેરની દાળ, ચણા અને તેલ આપવામાં આવશે જેથી તેઓ ગર્ભાવસ્થામાં આ વસ્તુઓનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકે છે. તો આ લેખને સંપૂર્ણ વાંચો જેથી તમામ માહિતી મળી શકશે

Mukhyamantri Matrushakti Yojana 2023

યોજનાનું નામમુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) 2023
યોજના શરુ કરનાર વિભાગ:મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર.
યોજના લોન્ચ તારીખ18 જૂન 2022
હેતુમાતા અને બાળકના પોષણમાં સુધારો
યોજનાના લાભોઆંગણવાડી કેન્દ્રોમાંથી દરેક લાભાર્થીને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવામાં આવશે.
યોજના અમલીકરણ તારીખ:01/06/2022
લાભાર્થીગુજરાત ના તમામ નાગરિકો
સત્તાવાર વેબસાઇટhttps://1000d.gujarat.gov.in/

ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિષે માહિતી

Mukhyamantri Matrushakti Yojana : માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

Mukhyamantri Matrushakti Yojana

જાણો આ યોજનાના લાભ માં શું મળવા પાત્ર છે

મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ

  • સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
  • લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
  • આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.

નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.

વાંચો યોજનાના લાભ વિષે

  • માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
  • અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
  • IMR અને MMR માં ઘટાડો

Mukhyamantri Matrushakti Yojana – Required Documents for Matrushakti Yojana

  • આધાર કાર્ડની ફોટોકોપી
  • મોબાઈલ નંબર
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર
  • હોસ્પિટલમાં દાખલ માહિતી

વ્હાલી દીકરી યોજનામાં સુધારો હવે 3 દીકરી સુધી મળશે લાભ | Vahali Dikri Yojana 2023

Mukhyamantri Matrushakti Yojana ઓનલાઈન અરજી પ્રક્રિયા

અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સ્ટેપ 1 : સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમને સર્વિસ ના બટન પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 3 : ત્યાં તમને 4 ઓપ્શન દેખાશે

  1. સ્વ નોંધણી
  2. નોંધણી માં સુધારો
  3. નોંધણી ની રસીદ
  4. મોબાઈલ નંબર સુધારો

સ્ટેપ 4 : પછી તમારે અરજી કરવા માટે સ્વ નોંધણી પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યાં પછી તમે બધી માહિતી ભરી શકશો.

જો તમને કંઈ અરજી કરવા માં તકલીફ થતી હોય તો તમે નજીક ના આંગણવાડી ની મુલાકાત લઈ શકો છો અથવા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક Mukhyamantri Matrushakti Yojana

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી વેબસાઇટઅહીંથી અરજી કરો
હેલ્પલાઇન નંબર155209

Leave a Comment