Agriculture Implement Subsidies Yojana: ખેતીવાડીનાં સાધનો માટે સહાય યોજના

Agriculture Implement Subsidies Yojana : મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના. તો ચાલો જાણીએ કે ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના શું છે?, ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો.

Agriculture Implement Subsidies Yojana વિગત

યોજનાનું નામખેતીવાડી સાધનો માટે સહાય યોજના
વિભાગનું નામબાગાયતી વિભાગ
યોજનાનો ઉદ્દેશખેડૂતને ખેતીવાડીના સાધનો જેવાકે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
ક્યાં લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
અરજી કરવાનું માધ્યમઑનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31 મે 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંક@ ikhedut.gujarat.gov.in

જાણો શું શું લાભ મળશે : Agriculture Implement Subsidies Yojana

અનુસૂચિત જાતિના ખેડૂતો માટે: અનુસૂચિત જાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ.0.30 લાખના ખર્ચેના 50% મુજબ રૂ.0.15 લાખ સહાય મળવા પાત્ર

અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે: અનુસૂચિત જનજાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે.

સામાન્ય જાતિના ખેડૂતો માટે: પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 40% મુજબ રૂ. 0.12 લાખ સહાય મળવા પાત્ર છે. નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને ખેતીવાડીના સાધનો જેવા કે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના વિવિધ સાધનો ખરીદવા માટે વિવિધ ક્ષમતા મુજબ વિવિધ સહાય આપવામાં આવશે.

ખેતીવાડીના સાધનો માટે અરજદારની શરતો

રાજ્યના ખેડૂતોને ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો લાભ મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ સામાન્ય ખેડૂતો,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળશે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતે ખેતીવાડીના સાધનો કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

ખેતીવાડી ના સાધનો માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે

  1. ખેડૂતની 7/12 અને ૮-અ ની જમીનની નકલ
  2. અરજદારનું આધારકાર્ડની નકલ
  3. જો ખેડૂત લાભાર્થી એસ.સી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  4. જો ખેડૂત લાભાર્થી એસ.ટી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડની નકલ (Ration Card)
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગત
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. મોબાઈલ નંબર

ખેતીવાડી ના સાધનો માટે આ રીતે અરજી કરો

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-88 વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો પર ક્લિક કરવું.
  • જેમાં વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનોમાટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023

મહત્વપૂર્ણ તારીખ : Agriculture Implement Subsidies Yojana

  • 22 એપ્રિલ 2023 થી 31 મે 2023 સુધી અરજી કરી શકાશે

જાણો ઓનલાઇન અરજી કર્યા પછી શું?

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને ખેતીવાડી સાધનો માટે સહાય આપવામાં આવશે.

Leave a Comment